unfoldingWord 38 - ઈસુની સાથે વિશ્વાસઘાત
Kontūras: Matthew 26:14-56; Mark 14:10-50; Luke 22:1-53; John 18:1-11
Scenarijaus numeris: 1238
Kalba: Gujarati
Publika: General
Tikslas: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Būsena: Approved
Scenarijai yra pagrindinės vertimo ir įrašymo į kitas kalbas gairės. Prireikus jie turėtų būti pritaikyti, kad būtų suprantami ir tinkami kiekvienai kultūrai ir kalbai. Kai kuriuos vartojamus terminus ir sąvokas gali prireikti daugiau paaiškinti arba jie gali būti pakeisti arba visiškai praleisti.
Scenarijaus tekstas
દર વર્ષે યહૂદીઓ પાસ્ખાપર્વ મનાવતા હતા. ઈશ્વરે કેવી રીતે ઘણી સદીઓ પહેલાં તેઓના પૂર્વજોને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા તે વિષે આ પર્વ હતું.ઈસુએ સર્વજનિક રૂપે જ્યારે પોતાનો પહેલો પ્રચાર અને શિક્ષણ શરૂ કરી તેના લગભગ ત્રણ વર્ષ પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમમાં તેઓની સાથે આ પર્વ મનાવવા માગતા હતા. અહીં તેમને મારી નાખવામાં આવશે.
ઈસુના એક શિષ્યનું નામ યહૂદા હતું. શિષ્યોના પૈસાની થેલીની જવાબદારી યહૂદાની હતી. પરંતુ તેને પૈસાથી પ્રેમ હતો. તે હંમેશા થેલીમાંથી પૈસાની ચોરી કરતો હતો.ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમમાં પહોંચ્યા પછી યહૂદા યહૂદીઓના યાજક પાસે ગયો અને રૂપિયાનાં બદલે ઈસુને તેઓના હાથે પકડવાનો પ્રસ્તાવ મૂક્યો.એ જાણતો હતો કે યહૂદી યાજકો ઈસુને મસીહ તરીકે માનતા નથી અને તેઓ તેમને મારવાની યુક્તિ કરી રહ્યા હતા.
યહૂદી યાજકો જે મહાયાજક દ્વારા પ્રેરાયેલા હતા, તેઓનએ ઈસુને પકડવાને સારુ યહૂદાને ત્રીસ ચાંદીના સિક્કા આપ્યા. પ્રબોધકોએ જે પ્રમાણે પ્રબોધ કર્યો તે જ પ્રમાણે બન્યું. યહૂદા સમંત થયો, પૈસા લીધા અને ત્યાંથી ચાલ્યો ગયો. ઈસુને પકડાવવા માટે તે તક શોધવા લાગ્યો.
યરૂશાલેમમાં ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યું. રોટલી લીધી અને તેને તોડી. તેમણે કહ્યું, “આમાંથી ખાઓ. આ મારું શરીર છે, જે તમારા માટે આપવામાં આવે છે.મારી યાદમાં આ કર્યા કરો.” આ રીતે, ઈસુએ કહ્યું કે તેમનું શરીર તેઓને માટે બલિદાન કરવામાં આવશે.
પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આમાંથી પીઓ. આ નવા કરારનું મારું લોહી છે, જે પાપોની ક્ષમા માટે વહેડાવવામાં આવ્યું છે. આ મારી યાદમાં કર્યા કરો.”
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમારામાંનું કોઈ મને પકડાવશે.” શિષ્યો ચકીત થઈ ગયા, અને પૂછવા લાગ્યા કે એ કોણ છે જે આવું કાર્ય કરશે. ઈસુએ કહ્યું, “હું જે વ્યક્તિને આ રોટલીનો ટુકડો આપું છુ તે મારો વિશ્વાસઘાત કરશે.”પછી તેમણે રોટલીનો ટુકડો યહૂદાને આપ્યો.
રોટલી લીધા પછી, શેતાને યહૂદામાં પ્રવેશ કર્યો. યહૂદા ત્યાંથી ચાલ્યો ગયો, જેથી તે ઈસુને પકડવા યહૂદી યાજકોની મદદ કરી શકે. એ રાત્રીનો સમય હતો.
ભોજન પછી, ઈસુ અને તેમના શિષ્યો જૈતૂન પર્વત પર ગયા. ઈસુએ કહ્યું, “આજે રાત્રે તમે બધા મને ત્યજી દેશો. એવું લખેલું છે કે, ‘હું પાળકને મારીશ અને ઘેટાંઓ વિખેરાઈ જશે.’
પિતરે ઉત્તર આપ્યો, “તમને બધા ત્યજી દેશે પણ હું તમને કદી ત્યજીશ નહિ.” ત્યારે ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તારો કબજો લેવા ઇચ્છે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહિ. તો પણ આજે મરઘો બોલ્યા પહેલાં તું મને ઓળખતો નથી એમ ત્રણ વાર તું મારો નકાર કરશે.”
પિતરે ઈસુને કહ્યું, “જો મને મરવું પણ પડે તો પણ હું તમને નકારીશ નહિ.” બધા શિષ્યોએ આ જ વાત કરી.
પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથશેમાને નામે એક જગ્યાએ ગયા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” પછી ઈસુ પ્રાર્થના કરવા ચાલ્યા ગયા.ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” પછી ઈસુ પ્રાર્થના કરવા ચાલ્યા ગયા.
ઈસુએ ત્રણ વાર પ્રાર્થના કરી, “મારા પિતા, જો શક્ય હોય તો, આ દુઃખનો પ્યાલો પીવડાવશો નહીં.પણ લોકોના પાપોની ક્ષમાનો બીજો કોઈ માર્ગ ન હોય, તો પછી તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” ઈસુ ઘણા દુઃખમાં હતા અને તેમનો પરસેવો લોહીના ટીપાં જેવો પડી રહ્યો હતો. ઈશ્વરે તેમને બળ આપવા માટે એક દૂતને મોકલ્યો
દર વખતે પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તેઓ પોતાના શિષ્યો પાસે આવ્યા ત્યારે તેઓ ઊંઘતા હતા. જ્યારે તેઓ ત્રીજી વખત આવ્યા, ત્યારે તેમણે કહ્યું, “ઊઠો! મને પકડવાવાળો આવી પહોંચ્યો છે.”
યહૂદા પોતાની સાથે યહૂદી યાજકો, સિપાઈઓ અને એક મોટા ટોળાને લઈને આવી પહોંચ્યો. તેઓ પાસે તલવાર અને સોટા હતા.યહૂદા ઈસુની પાસે આવ્યો અને કહ્યું, “સલામ, ગુરુજી,” અને તેણે ચૂંબન કર્યું.યહૂદી યાજકો માટે આ એક નિશાની હતી કે તેઓ કોને પકડે.ત્યારે ઈસુએ કહ્યું, “શું તું મને ચુંબન કરીને પકડાવવા માગે છે?”
જેવા સિપાઈઓએ ઈસુને પકડ્યા