unfoldingWord 19 - પ્રબોધકો
მონახაზი: 1 Kings 16-18; 2 Kings 5; Jeremiah 38
სკრიპტის ნომერი: 1219
Ენა: Gujarati
აუდიტორია: General
მიზანი: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
სტატუსი: Approved
სკრიპტები არის ძირითადი სახელმძღვანელო სხვა ენებზე თარგმნისა და ჩაწერისთვის. ისინი საჭიროებისამებრ უნდა იყოს ადაპტირებული, რათა გასაგები და შესაბამისი იყოს თითოეული განსხვავებული კულტურისა და ენისთვის. ზოგიერთ ტერმინს და ცნებას შეიძლება დასჭირდეს მეტი ახსნა ან ჩანაცვლება ან მთლიანად გამოტოვება.
სკრიპტის ტექსტი
ઈઝ્રાયલના સંપૂર્ણ ઈતિહાસ દરમ્યાન ઈશ્વરે પ્રબોધકોને મોકલ્યા.પ્રબોધકો ઈશ્વર પાસેથી સંદેશો સાંભળતા અને ત્યારબાદ લોકોને તે સંદેશો કહેતા.
આહાબ જ્યારે ઈઝ્રાયલનો રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો.આહાબ દુષ્ટ માણસ હતો જેણે લોકોને જુઠો દેવ જેનુ નામ બઆલ હતુ તેની ઉપાસના કરવા પ્રોત્સાહિત કર્યા.એલીયાએ આહાબને કહ્યુ ”હુ જ્યાં સુધી ના કહુ ત્યાં સુધી ઈઝ્રાયલમાં વરસાદ કે ઝાકળ પડશે નહિ.”આના લીધે આહાબ ઘણો ક્રોધિત બન્યો.
ઈશ્વરે એલિયાને અરણ્યમાં આવેલા નાળામાં સંતાઈ જવા કહ્યુ કારણ કે આહાબ તેને મારી નાખવા ચાહતો હતો..દરેક સવારે અને સાંજે પક્ષીઓ તેના માટે માંસ અને રોટલી લાવતા હતા.આહાબ અને તેનુ સૈન્ય એલિયાની શોધ કરતુ હતુ પરંતુ તેઓ તેને શોધી શક્યા નહિ.દુકાળ એટલો બધો સખત હતો કે નાળુ છેવટે સુકાઈ ગયુ.
માટે એલિયા નજીક્ના દેશમાં ગયો.તે દેશમાં એક વિધવા અને તેનો પુત્ર દુકાળના કારણે ભોજનની અછતમાં હતા.પરંતુ તેઓએ એલિયાની કાળજી રાખી અને માટે ઈશ્વરે તેમને પૂરું પાડ્યુ જેથી તેમની કુપ્પીમાનું તેલ અને બરણીમાંનો લોટ ખાલી થયો નહિ.આખા દુકાળ દરમ્યાન તેઓ પાસે પૂરતુ ભોજન હતુ.એલીયા કેટલાક વર્ષો સુધી ત્યાં રહ્યો.
સાડા ત્રણ વર્ષ પછી, ઈશ્વરે એલીયાને ઈઝ્રાયલ રાજ્યમાં પાછા ફરવા કહ્યું અને આહાબને મળવા જણાવ્યુ, કારણ કે તે ફરીથી વરસાદ મોકલવા જઈ રહ્યા હતા.જ્યારે આહાબે એલિયાને જોયો, ત્યારે તેણે તેને કહ્યું, “તું દુ:ખ દેનાર છે !”એલિયાએ તેને ઉત્તર આપ્યો, “તું દુ:ખ દેનાર છે !તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે અને બઆલની સેવા કરી છે.તું ઈઝ્રાયલના બધા લોકોને કાર્મેલ પર્વત ઉપર લઈને આવ.”
ઈઝ્રાયલના બધા જ લોકોને અને બઆલના 450 પ્રબોધકોને, સાથે કાર્મેલ પર્વત પર આવ.એલિયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે બે મનવાળા રહેશો ?જો યહોવા ઈશ્વર છે તો તેને ભજો !અને જો બઆલ દેવ છે તો તેની ઉપાસના કરો !”
ત્યારે એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક ગોધાને મારીને તેના માટે વેદી તૈયાર કરો, પરંતુ તેના પર અગ્નિ પ્રગટાવશો નહીં.હું પણ તેવું જ કરીશ.જે અગ્નિથી જવાબ આપે તે જ સાચો ઈશ્વર છે.માટે બઆલના યાજકોએ વેદી તૈયાર કરી પરંતુ અગ્નિ સળગાવ્યો નહીં.
ત્યારબાદ બઆલના પ્રબોધકોએ બઆલને પ્રાર્થના કરી કે, “બઆલ અમારું સાંભળ.”આખો દિવસ તેઓએ પ્રાર્થના કરી અને પોકારો કર્યા તથા પોતાની જાતને ચપ્પાઓથી ઘા કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
અને સાંજે એલિયાએ ઈશ્વરની વેદી તૈયાર કરી.ત્યારબાદ તેણે લોકોને વેદી ઉપરનું માંસ, લાકડા અને વેદીની આસપાસની જમીન પર પલળી ના જાય ત્યાં સુધી બાર માટલા પાણી રેડવાનું કહ્યું.
ત્યારે એલિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવ કે તું ઈઝ્રાયલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું.મને જવાબ આપ કે જેથી આ લોકો જાણી શકે કે તું સાચો ઈશ્વર છે.”
તરત જ, આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને માંસ, લાકડા, પથ્થરો, ધૂળ અને પાણી કે જે વેદીની આસપાસ હતું તે સઘળુ બાળી નાખ્યું.જ્યારે લોકોએ આ જોયું, તેઓ ભોંય પર પડ્યા અને કહ્યું, “યહોવા જ ઈશ્વર છે !યહોવા જ ઈશ્વર છે !”
ત્યારે એલિયાએ કહ્યું, “બઆલના એકપણ પ્રબોધકને નાસી જવા દેશો નહીં !”માટે લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા અને તેઓને ત્યાંથી તેઓ દૂર લઈ ગયા અને મારી નાખ્યા.
ત્યારે એલિયાએ આહાબ રાજાને કહ્યું, “તુ તરત જ શહેર તરફ જા. કારણ કે વરસાદ આવી રહ્યો છે.”તરત જ કાળા વાદળો આવ્યા અને ભારે વરસાદ વરસ્યો.યહોવાએ દુકાળનો અંત આણ્યો અને સાબિત કર્યું કે તે જ સાચો ઈશ્વર છે.
એલિયાના સમય બાદ, ઈશ્વરે એલિશા નામના માણસને પોતાના પ્રબોધક તરીકે પસંદ કર્યો.ઈશ્વરે એલિશા મારફતે ઘણા ચમત્કારો કર્યા.એક ચમત્કાર નામાન સાથે થયો, જે દુશ્મન સેનાનો સેનાપતિ હતો, જેને ચામડીનો ભયંકર રોગ હતો.તેણે એલીશા વિશે સાંભળ્યુ હતું અને તે એલિશા પાસે જઈને તેને સાજો કરવા વિશે જણાવે છે.એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર ડુબકી મારવાનું જણાવ્યું.
શરૂઆતમાં નામાન ક્રોધિત થયો અને તેણે તેવું કર્યુ નહિ કારણ કે તેને તે મૂર્ખતા જેવું લાગ્યું.પરંતુ છેવટે તેણે પોતાનું મન બદલ્યું અને તેણે સાત વાર યર્દનમાં પોતાને ડુબાડ્યો.અંતિમ વાર જ્યારે તે બહાર આવ્યો, તેની ચામડી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી.ઈશ્વરે તેને સાજો કર્યો હતો.
ઈશ્વરે બીજા ઘણા પ્રબોધકોને મોકલ્યા.તેઓએ લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને ન્યાયથી વર્તવાનું અને બીજાઓ પ્રત્યે દયા રાખવાનું જણાવ્યું.પ્રબોધકોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું છોડશે નહીં અને ઈશ્વરને આજ્ઞાધીન રહેવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર તેમને દોષિત માનીને ન્યાય કરશે અને તે તેમને શિક્ષા કરશે.
ઘણી બધી વાર લોકો ઈશ્વરને આધીન રહ્યા નહીં.તેઓ પ્રબોધકોની સાથે અયોગ્ય રીતે વર્ત્યા અને ઘણીવાર તેઓને મારી પણ નાખ્યા.એકવાર, યર્મિયા પ્રબોધકને સૂકા કૂવામાં નાખી દેવામાં આવ્યો અને તેને મરવા માટે છોડી દીધો.તે કૂવામાં રહેલા કાદવમાં ખૂંચી ગયો, પરંતુ રાજાને તેની પર દયા આવી અને તેણે પોતાન સૈનિકોને આજ્ઞા આપી કે યર્મિયા મૃત્યુ પામે તે પહેલા તેને બહાર કાઢો.
કેમ કે લોકો તેમને નફરત કરતા હતા તો પણ પ્રબોધકો ઈશ્વર માટે બોલતા રહ્યા.તેમણે લોકોને ચેતવ્યા કે જો તેઓ પસ્તાવો નહીં કરે તો ઈશ્વર તેમનો નાશ કરશે.તેઓએ લોકોને ઈશ્વરનું એ વચન પણ યાદ દેવડાવ્યું કે ખ્રિસ્ત (મસીહ) આવશે.