unfoldingWord 23 - ઈસુનો જન્મ
રૂપરેખા: Matthew 1-2; Luke 2
સ્ક્રિપ્ટ નંબર: 1223
ભાષા: Gujarati
પ્રેક્ષકો: General
હેતુ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
સ્થિતિ: Approved
સ્ક્રિપ્ટો અન્ય ભાષાઓમાં અનુવાદ અને રેકોર્ડિંગ માટે મૂળભૂત માર્ગદર્શિકા છે. દરેક અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષા માટે તેમને સમજી શકાય તેવું અને સુસંગત બનાવવા માટે તેઓને જરૂરી અનુકૂલિત કરવા જોઈએ. ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો અને વિભાવનાઓને વધુ સમજૂતીની જરૂર પડી શકે છે અથવા તો બદલી અથવા સંપૂર્ણપણે છોડી દેવામાં આવી શકે છે.
સ્ક્રિપ્ટ ટેક્સ્ટ
મરિયમની સગાઈ યૂસફ નામના એક પ્રામાણિક માણસ સાથે થઈ હતી.જયારે તેણે સાંભળ્યું કે મરિયમ ગર્ભવતી છે ત્યારે, તે જાણતો હતો કે તે બાળક તેનું નથી. તે મરિયમને બદનામ કરવા માંગતો ન હતો, તેથી તેણે શાંતિપૂર્વક તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. તે કંઈ કરે તેમાં પહેલાં, એક ઈશ્વરદૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.
દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેવા માટે ભયભીત ન થા.તેને જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.તે એક પુત્રને જન્મ આપશે.તેમનુ નામ ઈસુ રાખજે (જેનો અર્થ’, ઈશ્વર બચાવે છે) કારણ કે તે લોકોને તેમના પાપોથી બચાવશે."
તેથી યૂસફે મરિયમ સાથે લગ્ન કરી તેને ઘરમાં લાવ્યો, બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી તેણે તેની સાથે દૈહિક સબંધ ન કર્યો.
જયારે મરિયમને જન્મ આપવા માટેનો સમય નજીક હતો ત્યારે, રોમન સરકારે દરેકને તેમનો પૂર્વજો રહેતા હતા તે નગરમાં જઈને વસ્તી ગણતરીમાં નામ નોંધાવવા કહ્યું.યૂસફ અને મરિયમને નાઝરેથથી બેથેલહેમ જવા માટે લાંબો પ્રવાસ કરવો પડ્યો કારણ કે તેમના પૂર્વજ દાઉદ હતો, જેનું વતન બેથેલહેમ હતું.
જયારે તેઓ બેથલેહેમ પહોંચ્યા, ત્યારે રહેવા માટે કોઈ સ્થળ ન હતું.તેઓ એક માત્ર સ્થળ શોધી શક્યા જેમાં પશુઓ રહેતા હતા.બાળકનો ત્યાં જન્મ થયો અને તેની માતાએ તેને ગભાણમાં સુવડાવ્યું કારણ કે તેમની પાસે પલંગ ન હતો. તેઓએ તેનું નામ ઈસુ રાખ્યું.
એ રાત્રે, કેટલાક ભરવાડો નજીકના મેદાનમાં તેમના ઘેટાંઓનું રક્ષણ કરતા હતા.અચાનક, એક પ્રકાશિત દૂત તેમની સામે પ્રગટ થયો, અને તેઓ ભયભીત થયા.દૂતે કહ્યું, “ ભયભીત ના થાઓ, કારણ કે તમારા માટે મારી પાસે કેટલાક સારા સમાચાર છે.મસિહ, સ્વામી, બેથલેહેમમાં જન્મ્યા છે!”
"જાઓ અને બાળકની શોધ કરો, અને તે તમને કપડામાં લપેટેલો ગભાણમાં સુઇ રહેલો મળશે.”અચાનક, આકાશ સ્તુતિ કરતા દૂતોથી ભરાઈ ગયુ, કહ્યું કે, “આકાશમાં ઈશ્વરનો મહિમા થાય અને તેમણે પસંદ કરતા લોકોને પૃથ્વી પર શાંતિ મળે.
ૂંક સમયમાં ભરવાડો ઈસુ જ્યાં હતા તે સ્થળે પહોંચ્યા અને દૂતે તેઓને કહ્યું હતું તેમ, એક ગભાણમાં સૂતેલો જોવા મળ્યો.તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા.મરિયમ પણ ખૂબ જ ખુશ હતી.ભરવાડોએ જે સાંભળ્યું અને જોયું તેને માટે, ઈશ્વરની પ્રશંસા કરતા જ્યાં તેમના ઘેટાંઓ હતા ખેતરોમાં પાછા ફર્યા.
થોડાંક સમય પછી, પૂર્વમાં દૂર દેશથી બુદ્ધિમાન પુરુષોએ આકાશમાં એક અસામાન્ય તારો જોયો.તેઓને અર્થ સમજાયો કે યહૂદીઓનો એક નવો રાજા જન્મ્યો છે.તેથી, તેઓએ આ રાજાને જોવા માટે એક લાંબા અંતરનો પ્રવાસ કર્યો.તેઓ બેથલહેમમાં આવ્યા અને ઈસુ અને તેમના માતાપિતા જ્યાં રહેતા હતા તે ઘરને શોધ્યું..
જયારે જ્ઞાની પુરુષોએ ઈસુને તેમની માતા સાથે જોયા ત્યારે તેઓએ નમીને તેમનું ભજન કર્યુ.તેઓએ ઈસુને મોંઘી ભેટો આપી હતી.પછી તેઓ ઘરે પરત ફર્યા.